LSG vs DC: લખનૌ સુપર જાયન્ટ્સે હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને 50 રનથી હરાવ્યું, માર્ક વૂડે 5 વિકેટ લીધી

New Update
LSG vs DC: લખનૌ સુપર જાયન્ટ્સે હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને 50 રનથી હરાવ્યું, માર્ક વૂડે 5 વિકેટ લીધી

IPLની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સે ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું. IPLમાં લખનઉની દિલ્હી સામે આ સતત ત્રીજી જીત છે. અત્યાર સુધી તેને હારનો સામનો કરવો પડ્યો નથી. લખનૌએ ગત સિઝનમાં સતત બે મેચમાં દિલ્હીને હરાવ્યું હતું.

Advertisment

194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ નવ ઓવરમાં 143 રન જ બનાવી શકી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર તેના માટે અંત સુધી લડ્યો. તેણે 48 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન સાત ચોગ્ગા માર્યા. વોર્નરને લાંબા સમય સુધી બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. રિલે રુસોએ 20 બોલમાં 30 રન, અક્ષર પટેલે 11 બોલમાં 16 રન, પૃથ્વી શોએ નવ બોલમાં 12 રન બનાવ્યા હતા. આ ચાર સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો. લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્ક વૂડે કિલર બોલિંગ કરી. તેણે ચાર ઓવરમાં 14 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

Latest Stories