Home > સ્પોર્ટ્સ > ઇન્ડિયન પ્રીમિયર લીગ > LSG vs MI : મુંબઈ ઇન્ડિયન્સે બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ મેળવ્યો, એલિમિનેટર મેચમાં લખનૌને 81 રનથી હરાવ્યું
LSG vs MI : મુંબઈ ઇન્ડિયન્સે બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ મેળવ્યો, એલિમિનેટર મેચમાં લખનૌને 81 રનથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે.
BY Connect Gujarat Desk25 May 2023 8:05 AM GMT

X
Connect Gujarat Desk25 May 2023 8:05 AM GMT
મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈએ બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. હવે શુક્રવારે મુંબઈનો મુકાબલો ગુજરાત સાથે થશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 16.3 ઓવરમાં માત્ર 101 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ મેચમાં તમામ ખેલાડીઓએ મુંબઈ માટે બેટથી યોગદાન આપ્યું હતું. ગ્રીને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. તે જ સમયે લખનૌ તરફથી નવીન ઉલ હકે ચાર અને યશ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી. લખનૌ તરફથી બીજી ઇનિંગમાં માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. મુંબઈના આકાશ માધવાલે પાંચ વિકેટ લીધી હતી.
આ મેચમાં હાર સાથે લખનૌનું પ્લેઓફમાં પ્રથમ જીત મેળવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ ટીમ ગયા વર્ષે પણ એલિમિનેટર મેચ રમી હતી અને હારી ગઈ હતી.
Next Story