/connect-gujarat/media/post_banners/08a9870f92c631482edd04807b73872d92d1145c685bbe2392ac5efd1f173291.webp)
IPL 2023ની 58મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને 29 બોલમાં 47 રન અને અબ્દુલ સમદે 25 બોલમાં 37* રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યુવા પ્રેરક માંકડે 45 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, નિકોલસ પૂરને 13 બોલમાં 44 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 25 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી.
આ જીત સાથે લખનૌની ટીમ 12 મેચમાં 6 જીત અને 5 હાર સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેને 13 પોઈન્ટ છે. ચેન્નાઈ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદના 11 મેચમાં 8 પોઈન્ટ છે. આ ટીમ માટે પ્લેઓફનો માર્ગ અત્યંત મુશ્કેલ બની ગયો છે. તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. હૈદરાબાદે 11માંથી 4 મેચ જીતી છે, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌની આગામી બે મેચ મુંબઈ સામે 16 મેના રોજ એકાના ખાતે અને કોલકાતા સામે 20 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. જ્યારે હૈદરાબાદ 15 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.