/connect-gujarat/media/post_banners/0d08dc8b21c6b765d272964a7f0cf411e575a4a180caaa9c1c529cb140d13cea.webp)
IPLની 16મી સિઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર 14 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈની ટીમે 2 પોઈન્ટ મેળવી લીધા છે. તેના હવે પાંચ મેચમાં 6 પોઈન્ટ છે. રોહિત શર્માની ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. હૈદરાબાદની આ ત્રીજી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ હાર સાથે સનરાઇઝર્સની જીતનો સિલસિલો તૂટી ગયો છે. તેણીને છેલ્લી બે મેચમાં સફળતા મળી હતી, પરંતુ તે જીતની હેટ્રિક નોંધાવી શકી નહોતી. આ સાથે જ મુંબઈની આ સતત ત્રીજી જીત છે.