Connect Gujarat
વુમન પ્રીમિયર લીગ

DEL vs RCB: બેંગ્લોરની સતત પાંચમી હાર, દિલ્હીએ રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું..!

વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું.

DEL vs RCB: બેંગ્લોરની સતત પાંચમી હાર, દિલ્હીએ રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું..!
X

વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

બેંગ્લોરની ટીમની આ સતત પાંચમી હાર છે. ટીમ આ લીગમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના પાંચમા સ્થાને છે. આ સાથે જ દિલ્હીની ટીમની પાંચ મેચમાંથી આ ચોથી જીત હતી. ટીમ મુંબઈ સામે એકમાત્ર મેચ હારી ગઈ હતી. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેની પાસે આઠ અંક છે.

Next Story