WPL 2023: RCBની સતત બીજી જીત, ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું.

New Update
WPL 2023: RCBની સતત બીજી જીત, ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સોફી ડિવાઈનની ધમાકેદાર ઇનિંગને કારણે RCBએ સતત બીજી મેચ જીતી.

ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 20 ઓવરમાં ચાર વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 15.3 ઓવરમાં બે વિકેટે 189 રન બનાવ્યા હતા. તેના માટે સોફી ડિવાઈને 36 બોલમાં 99 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ડિવાઈને નવ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 275 હતો. સ્મૃતિ મંધાનાએ 31 બોલમાં 37 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. હિથર નાઈટે 15 બોલમાં 22 અને એલિસ પેરીએ 12 બોલમાં 19 રન બનાવીને મેચનો અંત આણ્યો હતો. બંને બેટ્સમેન અણનમ રહ્યા હતા.

Latest Stories