SOU ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રતિનિધિ મંડળે ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી.સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન સંસ્થાના વરિષ્ઠ બહેનો અને ભાઈઓએ રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

શુભેચ્છા મુલાકાતમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ-ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ, અંકલેશ્વર સહિતની સંસ્થાના સમર્પિત બહેનો અને હોદ્દેદારોમાં અમીતા દીદી, હેતલ દીદી, અનિલા દીદી, નીમા દીદી, જનવિક દીદી, યશોદાબેન તથા જૈનેશભાઈ જોડાયા હતા.મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માઉન્ટ આબુથી પધારેલા પ્રભા દીદી સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કર્યો હતો. રાષ્ટ્રપતિએ બ્રહ્મકુમારીઝ સાથે ના ભૂતકાળના સંસ્મરણો યાદ કર્યા હતા.