રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ ખાતે આયોજન કરાયું

‘જળ ઝીલણી એકાદશી’ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય

ભવ્ય શોભાયાત્રા દરમ્યાન સમગ્ર માર્ગ ભક્તિના રંગે રંગાયો

MLA લવિંગજી સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા નગરજનો પણ જોડાયા

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મોટા ઠાકોરવાસ ખાતેથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જળ ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના કૃષ્ણ યુવક મંડળ દ્વારા જળ ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ઠાકોરવાસથી નીકળેલી શોભાયાત્રા રાધનપુરના વડપાસર તળાવ સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા નગરજનો જોડાતા સમગ્ર માર્ગ ભક્તિના રંગે રંગાયો હતો.

શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવના જોષી સહિતના રાજકીય આગેવાનો, સાધુ-સંતો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કૃષ્ણ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવતા નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક ભક્તિ અને પરંપરાના સંગમ સાથે યોજાયેલી જળ ઝીલણી એકાદશીની શોભાયાત્રા રાધનપુર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.