અંકલેશ્વરના ગડખોલ ખાતે આયોજન

આરોગ્ય વિભાગ દ્વારા આયોજન

મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ

સેવા મારું યોગદાન અંતર્ગત આયોજન

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેવા મારું યોગદાન અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તા. 23 સપ્ટેમ્બર, 2025ના રોજ સી.એચ.સી. ગડખોલ ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ તથા મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગ્રામજનોને વિવિધ સામાન્ય આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી.

નિષ્ણાતો દ્વારા મેડિકલ ચેકઅપ, બ્લડ પ્રેશર તથા અન્ય આરોગ્ય તપાસ, મહિલાઓ માટે જરૂરી આરોગ્ય સલાહ તેમજ જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંતર્ગત સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ, માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે 

જિલ્લા પંચાયત સભ્ય જયેશ આહીર,જિલ્લા RCH, ડો. હસમુખ પટેલ,તાલુકા આરોગ્ય અધિકારી ડો સુશાંત કઠોળવાલા,ડો. બીનોઈ શર્મા,કેવડિયા સબ ડીસ્ટ્રીક હોસ્પિટલના સ્ત્રી અને બાળ રોગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વનવિભાગ અંકલેશ્વરના સહયોગથી વૃક્ષારોપણ પણ કરાયુ હતું.