ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ શાળામાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય ધર્મેશ જોશી અને સિનિયર શિક્ષક પ્રવીણ પટેલ વયનિવૃત્ત થતાં તેમના માનમાં વિદાય સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે હંસ નિવાસ આશ્રમના સૂર્યદેવ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બંને નિવૃત્ત શિક્ષકોને આશીર્વચન પાઠવ્યા હતા.સમારોહમાં આદર્શ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ હિમાંશુ પટેલ, જયેશ પટેલ, નિર્લેપ પટેલ, ગિરીશ પટેલ, સલાહકાર સી.કે. ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડીયા, શાળાના સિનિયર શિક્ષક રજની પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત તાલુકાની વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બંને શિક્ષકોની શૈક્ષણિક સેવાઓને યાદ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. અંતે બંને નિવૃત્ત શિક્ષકોને સ્વસ્થ, સુખમય અને તંદુરસ્ત નિવૃત્તિમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.શિક્ષકોએ તેમના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.આ પ્રસંગે બન્ને શિક્ષકોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા