શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પક્ષના નેતાની નિમણૂક
સતત 9 ટર્મથી વિજેતા બનેલા કોર્પોરેટરની નિમણૂક કરાય
વિરોધ પક્ષના નેતા ભરત બુધેલીયાનો સન્માન સમારોહ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ સાંસદની ઉપસ્થિતિ
વિવિધ મુદ્દાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કરાયા
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 9 ટર્મથી વિજેતા બનેલા કોર્પોરેટર ભરત બુધેલીયાની ફરી વખત વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે શહેરના શિવશક્તિ હોલ ખાતે સન્માન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 9 ટર્મથી વિજેતા બનેલા કોર્પોરેટર ભરત બુધેલીયાને ફરી વખત વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.
કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા ભરતબુધેલિયા અને અન્ય કોર્પોરેટરોને અભિનંદન આપતા કોંગ્રેસ નેતાઓએ શાસક પક્ષ ભાજપ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે, ભાવનગરમાં પીવાનું પાણી કદાચ નહીં મળે, પણ ગલીએ ગલીએ દારૂ મળે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી રીલ્સ બનાવવામાં વ્યસ્ત રહેવાના બદલે બહેન-દીકરીઓની સુરક્ષા પર ધ્યાન આપે, તે જરૂરી બન્યું છે. પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભાજપના અનેક હથકંડાઓ છતાં જનતાએ કોંગ્રેસના 8 કોર્પોરેટરોને ચૂંટીને વિરોધ પક્ષનું કાયદેસરનું સ્થાન અપાવ્યું છે.
