PM મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન
બક્ષીપંચ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું
કાર્યકરો અને યુવા આગેવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું
રક્તદાન શિબિરમાં 76 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 76 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ બક્ષીપંચ મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં કાર્યકરો અને યુવા આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ 76 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બક્ષીપંચ મોરચાના મહામંત્રી ચિરાગ પંચાલ, કમલેશ માછી સહિતના યુવા આગેવાનો અને કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
