ભરૂચના ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા આયોજિત સમર કેમ્પમાં બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ, નૈતિક મૂલ્યો તથા આધ્યાત્મિક સશક્તિકરણ પર વિશેષ ભાર મુકાયો. કેમ્પ દરમિયાન ભાગ લેનારાઓ માટે વિવિધ મનોરંજક તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ, વેલ્યુએબલ ગેમ્સ, યોગ અને એક્સરસાઇઝ, પ્રેરણાદાયી ડ્રામા તેમજ સમૂહ પ્રવૃત્તિઓનું આયોજન થયું.

summer camp

કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન દ્વારા માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવાના સરળ અભ્યાસ પણ કરાવાયો. રવિવારે કેમ્પના ત્રીજા દિવસે વિશેષ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. સમાપન પ્રસંગે તમામ ભાગ લેનારાઓને શુભેચ્છાઓ તથા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો. કેમ્પનો લાભ અંદાજે 150 બાળકો તથા તેમના માતા-પિતાએ લીધો હતો.

Prajapita Brahmakumaris Seva Kendra