/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/14192736/WhatsApp-Image-2021-04-14-at-19.27.13-e1618408672727.jpeg)
આશુતોષ શર્માએ મિસ્ટર ઇન્ડિયા પ્લસ બ્યુટી પેજન્ટનો ખિતાબ જીતીને સમગ્ર ગુડગાંવને ગર્વ અપાવ્યું છે. પ્લસ સાઇઝ માટે આવી સ્પર્ધાનું આયોજન ભારતમાં પ્રથમ વાર એમ એસ બ્યુટી પેજેંટ દ્વારા 20 ફેબ્રુઆરી 2020ના દિવસે દિલ્લી ગ્લિટ્સ વેસ્ટન ઇન હૉલમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કેટલાક તબક્કામાં પૂરી થઈ હતી. જ્યારે મેગા ફાઈનલમાં 10 પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી મિસ્ટર ઈન્ડિયા પ્લસનો ખિતાબ આશુતોષે જીત્યો હતો. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આશુતોષ જન્મથી જ સાંભળવામાં અસમર્થ હોવા છ્તા આવી પરિસ્થિતીમાં અથાગ પરિશ્રમથી દિલ્હીની હંસરાજ કોલેજથી બી.કોમ અને લખનઉ IIM થી MBAની ડિગ્રી કરી અને હાલમાં આશુતોષ ઇન્ડસઇન્ડ બેંકમાં એસોસિએટ મેનેજરના પદ પર કાર્યરત છે. આશુતોષનો વિશ્વાસ "નથિંગ ઈઝ ઇમ્પોસિબલ" તેને દરેક પરિસ્થિતિમાં વિજેતા બનાવવા માટે સહાય કરે છે.
આશુતોષ જેવી વિચારણા અને આપણે કદી હાર ન માનવાની જીદ આપણને ફક્ત આપણા રોજિંદા જીવનની મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા જ નથી આપતું, પરંતુ આપના કોઈ ભયને, નડતરને આત્મવિશ્વાશ સાથે જીતવાની આશા આપે છે. જ્યારે પણ તમને તમારા હૂનર પર શંકા જાય ત્યારે આશુતોષની આ કહાણી તમને ઉર્જા આપશે.