અમદાવાદમાં આયે દિન ડ્રગ ઝડપાય છે. અને ડ્રગ પેડલર્સ પણ પકડાય છે. પરંતુ આ વખતે ડ્રગ પેડલરમાં એક યુવતી છે જેના GMDC ગ્રાઉન્ડમાંથી ડ્રગ પેકેટ સાથે પકડવામાં આવી છે. આ યુવતી પાસેથી 4 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો હતો. ડીસીપી ઝોન 1 લવીના સિંહના સ્કવોડે ધરપકડ કરી છે.
યુવતી પુછપરછ દરમિયાન જણાવ્યું કે ડ્રગ્સનો જથ્થો એક યુવક પાસેથી લાવી હતી. જેના પગલે પોલીસે પેડલરને શોધવાની કવાયત શરૂ કરી છે. જો કે ડ્રગ્સના કેસની વિગતો બહાર લાવવા ઝોન-1 થી લઇ વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.અમદાવાદ ઝોન 1 ડીસીપી સ્ક્વોડને બાતમી મળી હતી કે વસ્ત્રાપુર આલ્ફા વન મોલ થી 132 ફુટ રીંગ રોડ તરફ એક યુવતી રિક્ષામાં ડ્રગ્સ લઈને જાય છે. બાતમીને આધારે રીક્ષામાં આવતી યુવતીની તપાસ કરતા મેફેડ્રોન ડ્રગ્સ 4.320 ગ્રામનો 43,200 નો જથ્થો પકડાયો હતો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પકડાયેલી યુવતી તેના પતિ અને એક બાળક સાથે રહે છે. યુવતી પોતે પીવા માટે ડ્રગ્સ સાહિલ નામના યુવક પાસેથી લાવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે હાલમાં આ સાહિલને શોધખોળ કરવામાં આવી રહી છે.
