ભરૂચની હાંસોટ પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. હાંસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા તેના વતન રાજસ્થાન ખાતે તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ત્યાં હાજર મળ્યો ન હતો. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોના આધારે આરોપી અમદાવાદ ખાતે હોવાની માહિતી મળતા પી.એસ.આઈ. પી.કે. રાઠોડ સહિતની ટીમ અમદાવાદ પહોંચી હતી.તપાસ દરમિયાન વોન્ટેડ આરોપી નરેશભાઈ જોગીભાઈ કટારા (ઉં.વ. ૩૪), રહે. ચુડાદા, તા. કુશલગઢ, જી. બાંસવાડા, રાજસ્થાન મળી આવતા તેને ઝડપી પાડી હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને ગુનાના કામે કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો છોટા હાથી ટેમ્પો, આર.ટી.ઓ. રજી. નં. GJ-16-AW-5395 રૂ. ૩.૫૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ: વાહન ચોરીનો ભેદ ઉકેલી હાંસોટ પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
