વરસાદના વિરામ વચ્ચે ભરૂચ શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના અનેક વિસ્તારો ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતા સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું હતું.
વહેલી સવારથી જ રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેના કારણે વાહનચાલકોને ખાસ કરીને મુખ્ય માર્ગો પર વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ધુમ્મસના કારણે વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડ્યું હતું. બીજી તરફ, ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ભરૂચમાં સવારનો નજારો મનમોહક બની ગયો હતો અને લોકોને કુદરતી સૌંદર્યનો અલગ જ અનુભવ થયો હતો.
