આહવા નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત,૧ ઘાયલ

New Update
આહવા નજીક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત,૧ ઘાયલ

ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં આહવા ઘાટમાર્ગમાં એક બોલેરો જીપ ચાલકે મોટરસાયકલ સવારને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ મંગળવારે આહવાથી કુડકસ ગામ તરફ જઈ રહેલ બોલેરો જીપે આહવાથી સતી ગામ તરફ જઈ રહેલ બાઇકને આહવાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં આહવા ઘાટમાર્ગનાં ઝારખંડેશ્વર મહાદેવ મંદિર પાસેનાં યુટર્ન વળાંકમાં પાછળથી પુરપાટવેગે અડફેટમાં લેતા ઘટના સ્થળે બાઇકનો કચ્ચરધાણ વળી જવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે બોલેરો જીપ પણ માર્ગની સાઈડમાં બનાવેલ ગટરમાં ખાબકી સંરક્ષણ વોલ સાથે ભટકાતા બોનેટનાં ભાગને મોટુ નુકશાન થયું હતું. અકસ્માતનાં આ બનાવમાં બાઇક ચાલક યુવક મેઘનાથને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે આહવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Latest Stories