ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

પાંચબત્તી ખાતે આયોજન

આમ આદમી પાર્ટી દ્વારા જીતના વધામણા

બિલોઠી બેઠક પર આપનો વિજય

મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોથી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજય બદલ પાંચબત્તી ખાતે ભવ્ય વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોથી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે જંગી બહુમતી સાથે વિજય મેળવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉમેદવારના વિજયને વધાવવા માટે ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજયોત્સવની ઉજવણી કરી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે આ જીત લોકોના વિશ્વાસ અને વિકાસલક્ષી રાજકારણની જીત છે.