ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

પાંચબત્તી ખાતે આયોજન

મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું

કંગના રનૌતના નિવેદનનો વિરોધ

ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદ કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રનૌત વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર, દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ અંગે કંગના રનૌતે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે.

આવા નિવેદનથી માત્ર યુવાઓ જ નહીં પરંતુ તેમના માતા-પિતાની લાગણી પણ દુભાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસે કંગના રનૌત જાહેરમાં બિનશરતી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.