અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જલધારા સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી લેપટોપ અને બેગ મળી કુલ 40 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જલધારા ચોકડી સ્થિત જલધારા સોસાયટીમાં રહેતા નિલેશકુમાર સુવાસસિંગ એરટેલ કંપનીમાં ફિલ્ડ એન્જીનીયર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-22મી એપ્રિલના રોજ જમી પરવારી પોતાના પરિવાર સાથે સુઈ ગયા હતા.તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લોખંડની ગ્રીલ ઉપર જાળીમાં હોલ પાડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ લેપટોપ અને બેગ મળી કુલ 40 હજારનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન જીઆઇડીસી પોલીસે ગડખોલ પાટીયા વિસ્તારમાંથી આરોપી આરોપીનું નામ રવિન્દ્ર સુરેન્દ્ર સીંગની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે