એક્ટર ઝોન અબ્રાહમ અને તેની પત્ની કોરોના સંક્રમિત
કોરોનાનો ખતરો ફરી એકવાર વધવા લાગ્યો છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી દરેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બોલિવૂડમાં એક પછી એક ઘણા સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. હવે બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ અને તેમના પત્ની પ્રિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
જ્હોન અબ્રાહમે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને પોતાને અને તેમની પત્નીના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. જ્હોને પોતાની પોસ્ટમાં લખ્યું – હું 3 દિવસ પહેલા એક વ્યક્તિને મળ્યો હતો પછી મને ખબર પડી કે તેને કોરોના છે. પ્રિયા અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે ઘરે ક્વોરેન્ટાઈન થયાછે અને અમે કોઈના સંપર્કમાં નથી આવ્યા, જ્હોન અબ્રાહમે આગળ લખ્યું – અમને બંનેને રસી મળી ગઈ છે. અમે હળવા સિમટમ્સ અનુભવી રહ્યા છે. કૃપા કરીને દરેક સ્વસ્થ રહો અને માસ્ક પહેરો.
