અભિનેત્રી કંગના રનૌતએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેકતા કહ્યું કે,આજે મારુ ઘર તૂટયું છે કાલે તારો ઘમંડ તૂટશે

New Update
અભિનેત્રી કંગના રનૌતએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેકતા કહ્યું કે,આજે મારુ ઘર તૂટયું છે કાલે તારો ઘમંડ તૂટશે

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ બી.એમ.સી એ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ ગરમાયો છે. શિવસેનાની ધમકી વચ્ચે  કંગના મુંબઇ પહોંચી છે. અને તેના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે . કંગના રનૌતનો ઉદ્ધવ સરકારને ખુલ્લો પડકાર ફેક્યો છે.

અભિનેત્રીએ  આ વીડિયોમાં કહી રહી છે કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લઇ લીધો? આજ મારું ઘર તૂટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે દરેક વખતે એક સરખું નથી હોતું.

અભિનેત્રીએ કહે છે કે  મને લાગે છે કે તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કેમ કે મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતી હશે. આજે મને સમજાયું છે અને આજે હું આ દેશને વચન આપું છું હું ફક્ત અયોધ્યા પર જ નહીં, પણ કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ. અને હું મારા દેશવાસીઓને જગાડીશ. "

Read the Next Article

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, સુરેન્દ્રનગર,પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

New Update
મધ્યમ વરસાદ

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝમઝમ, આઝાદ ચોક, આઈજી પાર્ક અને અતાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશોની ઘરવખરી પલળી ગઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવામાં સમય લાગી રહ્યો છે.

અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એસ.જી. હાઈવેના સર્વિસ રોડ અને ઝાયડ્સથી થલતેજ તરફ જવાનો રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30 મિનિટથી વધુ સમયથી વરસાદનો વિરામ હોવા છતાં પાણી ઓસર્યા નથી, જે અમદાવાદ મનપા અને નેશનલ ઓથોરિટીની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સીઝનનો કુલ 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. અનેક વાહનોમાં પાણી ઘૂસી જતાં બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.