અમદાવાદ : દંડની વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા જતાં 46 પોલીસકર્મીઓને લાગ્યો કોરોનાનો ચેપ

New Update
અમદાવાદ : દંડની વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા જતાં 46 પોલીસકર્મીઓને લાગ્યો કોરોનાનો ચેપ

અમદાવાદ શહેરમાં માસ્ક વગર રોજના 80 લોકોને પકડીને દંડ વસૂલવાનો દરેક પોલીસ મથકમાં પોલીસ કમિશનરે આપેલો ટાર્ગેટ પૂરો કરવામાં છેલ્લા 24 કલાકમાં 46 પોલીસ કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમદાવાદમાં છેલ્લા 23 દિવસમાં 517 પોલીસ કર્મચારી, જ્યારે અત્યાર સુધીમાં કુલ 1423 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાંથી 13 પોલીસ કર્મચારીના મૃત્યુ પણ થયાં છે. જોકે માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો પાસેથી રૂ. 1000 દંડ વસૂલ કરવા માટે પોલીસ આખો દિવસ રોડ ઉપર તહેનાત રહે છે. તાજેતરમાં જ પોલીસ કમિશનરે દરેક પોલીસ મથકના પીઆઈને માસ્ક વગર ફરતા રોજના 80 માણસોને પકડીને રૂ. 80 હજારનો દંડ વસૂલ કરવા માટે કડક આદેશ કર્યો હતો, ત્યારે આજ પોલીસ કર્મચારીઓ લોકોને કોરોનાથી બચાવવા માટે રોડ પર ખડેપગે પોતાની ફરજ બજાવે છે. લોકો માસ્ક પહેરે અને કોરોનાથી બચે તે માટે પોલીસ સતત પ્રયત્ન કરે છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં એકસાથે 46 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચ્યો છે.    

Latest Stories