/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/25123115/maxresdefault-195.jpg)
અમદાવાદમાં જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં દર્દીના સગાને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, ત્યારે સોલા સિવિલ હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં દર્દીના સગા સબંધીઓની રહેવા માટે ટેન્ટ બાંધવામાં આવ્યા છે. સોલા સિવિલમાં 450 જેટલા બેડ કોરોના દર્દીઓ માટેના બેડ છે. તેમના સગાઓ માટે ટેન્ટમાં એક હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવ્યું છે. જ્યા દર્દીના સગાને દર્દી જોડે વાત કરવા અને તેની સ્થિતિ જાણવા માટે આ હેલ્પ ડેસ્ક દ્વારા મદદ કરવામાં આવે છે. ટેન્ટમાં ઉત્તમ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. દર્દીના સગાને પીવા માટે પાણી, ગરમી હોવાના કારણે ત્યાં કુલર અને ટેબલ ફેન પણ મુકવામાં આવ્યા છે.
સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો, અહી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં લોકો લાઈનમાં ઉભા રહે છે. અનેક એવા દર્દી છે કે, જેમની સ્થિતિ ગંભીર છે. પરંતુ તેઓને લાઈનમાં વારો આવે ત્યારબાદ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તો સાથે જ એક મહિલાને સતત ઓક્સિજન ઘટી રહ્યું હતું જેના કારણે તેમને ખેંચ પણ આવી હતી. તેમની તબિયત સતત લથડતી હતી તેમ છતાં તેમને લાઈનમાં નંબર આવે ત્યારબાદ જ સારવાર આપવામાં આવતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. વહીવટી તંત્રની કાર્ય પધ્ધતિ ખૂબ જ ખરાબ છે અને તંત્ર કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપતું તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.