/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/11182453/maxresdefault-136.jpg)
અમદાવાદમાં રીક્ષાઓમા પસેન્જર બેસાડી તેમની નજર ચૂકવી સોનાની ચોરી કરતી એક ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે અત્યરસુધીમાં અનેક લૂંટ ના ગુન્હાને અંજામ આપ્યા છે. પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતા હિતેષભાઇ નામક એક વ્યકતિએ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ અમદાવાદમાં એક વેપારી પાસેથી 30 લાખનું સોનુ લઇ રાજકોટ પરત ફરતા હતા ત્યારે નહેરુનગર પાસેથી એક શટલ રિક્ષામાં બેસી ઇસ્કોન ઉતર્યા હતા પણ રસ્તામાં અંદર રીક્ષા બેથેલ આરોપીએ નજર ચુકવી સોનાની લૂંટ કરી હતી. આ ફરિયાદ મળતા સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી 4 લોકોની ધરપકડ કરી હતી. આ 4 લૂંટારુઓ અમદાવાદના રહેવાસી છે પોલીસે તેમની પાસેથી 21 તોલા સોનુ પણ રિકવર કર્યું છે.
અમદાવાદ પોલીસના કેહવા મુજબ આ ગેંગના સભ્યો આંગડિયા પેઢી અથવા મોટા સોના ચાંદીના શો રૂમ પાસે રેકી કરતા ત્યારબાદ જે વ્યકતિ રિક્ષામાં બેસવા આવે તે પહેલા ગેંગના બીજા સભ્યો પહેલે થી શટલ રિક્ષામાં પેસેન્જર તરીકે ગોઠવાઈ જતા અને ત્યારબાદ ચાલુ રિક્ષાએ વાતચીત કરી બાકીના સભ્યો નજર ચૂકવી સોનાની લૂંટ કરતા હતા. અને ત્યારબાદ જેતે વ્યકતિને ઉતારી ફરાર થઇ જતા હતા. પોલીસના કેહવા મુજબ અનેક લોકોને આ ગેંગે શિકાર બનાવ્યા છે અને લૂંટ ચોરીના પૈસા મોજશોખ અને બહાર ફરવામાં વાપરતા હતા. અમદાવાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.