અમદાવાદ: વટવા GIDCના પ્રિન્ટિંગ ફેકટરીમાં વિકરાળ આગ

અમદાવાદ: વટવા GIDCના પ્રિન્ટિંગ ફેકટરીમાં વિકરાળ આગ
New Update

અમદાવાદની જીઆઇડીસી વટવામા આજે સાંજના ફેજ 4માં એક પ્રિન્ટિંગ ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો

અમદાવાદમાં વટવા જીઆઇડીસીમા ફેજ 4 મા મૃદુલ પ્રિન્ટિંગ ફેકટરીમાં સાંજના સુમારે અચાનક બોઇલરમા બ્લાસ્ટ થતા આગ લાગી હતી. કોઈ કાઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળા 1 કિલોમીટર દૂર સુધી દેખાઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પોહચી હતી. પણ આગ ભયાનક હોવાથી ફાયરે બ્રિગેડ કોલ જાહેર કર્યો અને 35 થી વધુ ગાડીઓ પોહચી હતી.

આગને કારણે આસપાસના વિસ્તારઓને ખાલી કરાવ્યા હતા. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પોહચ્યો હતો. આગ એટલી ભયાનક છે કે લાખો લીટર પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. તો સાથે વિશેષ કેમિકલનો ચટકાવ પણ કરવામાં આવી રહ્યો છે

#printing factory #Fire #Ahmedbad Police #Ahmedabad #Ahmedabad Gujarat #Vatva GIDC
Here are a few more articles:
Read the Next Article