/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/08200817/CG_ahm_redmedesivar-vection.jpg)
અમદાવાદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડીસીવર ઇન્જેક્શન લેવા માટેની લોકોની લાંબી લાઈનો આજે સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહી છે. જેમાં અનેક લોકોના સગા સંબંધી સવારથી જ લાઈનમાં ઉભા રાજે છે. પરંતુ લોકોને હજી મળતું નથી. જોકે માંગ વધુ અને પ્રોડક્શન ઓછું હોય તેવી હાલત આ રેમડેસિવિર ઇન્જેક્શનમાં જોવા મળે છે.
ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડીસીવર ઇન્જેક્શન સસ્તું મળતું હોવાથી લોકો દૂર દૂરથી અહી આવી રહ્યા છે. લોકો સવારે લાઈનમાં તો ઉભા રહે છે. પરંતુ લોકોની ભીડ મોટી થવાથી ધક્કામુકી વધી રહી છે. જેના કારણે અને તેમાં સોસીયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. જેથી તે બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
જોકે, શહેરની ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડીસીવર ઇન્જેક્શનમાં સસ્તું તો મળે છે. પરંતુ જે પણ વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવે છે તે લોકોએ ડોક્ટરનું સર્ટી, દર્દીનું આધારકાર્ડ અને RTPCRનો રિપોર્ટ ફરજીયાત બતાવ્યા બાદ જ તેઓને ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, હવે માત્ર દર્દીના સગાને જ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. અન્યથા કોઈ પણ વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવશે તો તેમને આપવવામાં આવશે નહીં.