• PM નરેન્દ્ર મોદીના મન કી બાત’ કાર્યક્રમમાંથી પ્રેરણા મળી

  • વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પહેલ

  • કોડિંગ-પ્લેસમેન્ટના અતિશય તણાવને મ્હાત આપવા પ્રયાસ

  • વિદ્યાર્થીઓએ ભજન ક્લબિંગનો અનોખો પ્રયોગ શરૂ કર્યો

  • સંગીતના સથવારે કોલેજ પરિસરમાં એક નવી ઊર્જા ભરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત’ કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવીને અમદાવાદની વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોડિંગ અને પ્લેસમેન્ટના અતિશય તણાવને માત આપવા ભજન ક્લબિંગનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે.

અમદાવાદની વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોડિંગ અને પ્લેસમેન્ટના અતિશય તણાવને માત આપવા ભજન ક્લબિંગનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત’ કાર્યક્રમમાંથી પ્રેરણા મેળવીને શરૂ થયેલી આ પહેલ યુવાનોને ડિજિટલ દુનિયાથી દૂર કરી પરસ્પર જોડવાનું સચોટ માધ્યમ બની છે. તેનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધી છેઅને માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો લગાવ દ્રઢ બન્યો છે.

નવી શિક્ષણ નીતિના આદર્શોને સાર્થક કરતી આ પ્રવૃત્તિ ટેકનિકલ જ્ઞાનની સાથે માનસિક શાંતિ આપતો એક સુંદર સમન્વય છે. એન્જિનિયરિંગની દોડધામ વચ્ચે, VGEC કોલેજના વિદ્યાર્થીઓએ પરંપરાગત ભજનોને આધુનિક સંગીતના સથવારે નવી શૈલીમાં રજૂ કરીને કેમ્પસમાં એક નવી ઊર્જા ભરી દીધી છે.

જોકેઆ નવતર પ્રયોગના કારણે યુવાનો સોશિયલ મીડિયાના વળગણમાંથી બહાર આવીને સાચી મિત્રતા અને માનસિક હળવાશનો આનંદ માણી રહ્યા છે. કોલેજ પ્રશાસને પણ આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીને તેને શિક્ષણનો એક ભાગ બનાવ્યો છે. સામૂહિક ગાયનના કારણે વિદ્યાર્થીઓનો તણાવ દૂર થયો છે અને તેમની યાદશક્તિ તેમજ ભાષાકીય ક્ષમતામાં મોટો સુધારો જોવા મળ્યો છે.

આ પહેલ યુવાનોને ટેક્નોલોજીની સાથે ભારતીય સંસ્કૃતિના વારસા અને ટીમવર્કના ગુણો શીખવે છે. કેમ્પસના એક સામાન્ય વિચારમાંથી શરૂ થયેલું ભજન ક્લબિંગ’ આજે આ કોલેજની આગવી ઓળખ બની ગયું છે. કોડિંગ લેબ અને કરિયરની આંધળી દોટ વચ્ચે જીવતા આ યુવાનો સાબિત કરી રહ્યા છે કેસાચી સફળતા માત્ર માર્ક્સમાં નહીંપરંતુ મનની શાંતિ અને જીવનના સંતુલનમાં છે.