અમદાવાદ : ગુરૂજી ઓવરબ્રિજ પરથી નદીમાં કુદી જીવન ટુંકાવવા માંગતી હતી મહિલા, જુઓ પછી શું થયું

અમદાવાદ : ગુરૂજી ઓવરબ્રિજ પરથી નદીમાં કુદી જીવન ટુંકાવવા માંગતી હતી મહિલા, જુઓ પછી શું થયું
New Update

રાજયમાં લોકડાઉનના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો આપઘાત કરવા મજબુર બન્યાં છે. અમદાવાદમાં આર્થિક તંગીથી કંટાળી સાબરમતી નદીમાં કુદી આપઘાત કરવા આવેલી મહિલાને પોલીસે બચાવી લીધી હતી.



અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલાં ગુરૂજી બ્રિજ પરથી નદીમાં ઝંપલાવે તે પહેલાં મહિલાને રાહદારીઓએ બચાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. લોકડાઉનના કારણે મહિલા આર્થિક સંકડામણમાં હોવાથી મકાનનું ભાડુ નહિ ચુકવી શકતા તેણે પોતાના ત્રણ સંતાનોને મુકી આપઘાત કરવાનું નકકી કર્યું હતું. દેશભરમાં કોરોનાની મહામારીએ સામાન્ય અને માધ્યમ વર્ગને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મુક્યા છે સંક્રમણની ચેઈન તોડવા માટે લગાવવામાં આવેલ લૉકડાઉન અને રાત્રિ કર્ફ્યૂને લીધે લોકો આર્થિક રીતે પણ પાયમાલ બન્યાં છે. ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાથી વેપારીઓને પણ હાલાકી થઈ રહી છે. આર્થિક રીતે પાયમાલ બનેલા ગરીબ અને મધ્યમવર્ગના લોકો હવે આપઘાત કરવા મજબુર બની ગયાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ત્રણ બાળકોની માતા આર્થિક સંકળામણથી ઘેરાયેલી હતી. તે ભાડાના મકાનમાં રહીને પોતાના પરિવાર સાથે જીવન ગુજારતી હતી. પરંતુ કોરોનાને કારણે આવક બંધ થઈ જતાં તે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતામાં હતી. ત્યારે તેના ઘરના માલિકે તેની પાસેથી મકાનનું ભાડુ માંગતાં તે ચુકવી શકી નહોતી. જેથી ચિંતામાં તે ખોખરા વિસ્તારમાં ગુરુજી ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કરવા માંગતી હતી. પરંતુ આ ક્ષણે જ લોકોએ તેને બચાવીને ખોખરા પોલીસને સોંપી હતી. પોલીસે આ મહિલાને  સમજાવી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી અને પરિવારજનોને  જાણ કરી હતી. સ્થાનિક રહીશોની સતર્કતાના કારણે ત્રણ બાળકોના માથેથી માતાની છત છીનવાઇ જતાં અટકી હતી.

#Connect Gujarat #suicide #Amdavad
Here are a few more articles:
Read the Next Article