રાજ્યમાં લોભામણી જાહેરાતો આપી ઠગવાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગાડીઓની લે વેચમાં રોકાણ કરાવી 10થી 15 ટકાનું વળતર આપવાના બહાને છેતરપિંડી કરતા એક આરોપીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ હુસામા સૈયદ છે. જે દરિયાપુરનો રહેવાસી છે. આરોપીએ ફરિયાદી મુનવર હુસેન તથા આજ ભલા સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદીને ગાડીઓની હરાજીમાં વધુ રૂપિયા મળે છે તેમ કહી રોકાણના 10થી 15 ટકા નફો અપાવવાની લાલચે લાખો રૂપિયા રોકાણ કરાવ્યા હતા. જે રૂપિયા પરત નહીં આપી ફરિયાદીને વળતર નહીં આપી છેતરપિંડી આચરી હતી.આ કેસમાં અરજદાર અને આરોપી બન્ને 20 થી 22 વર્ષના છે.ઝડપાયેલા આરોપી હુશામા સૈયદ અગાઉ પણ કાગડાપીઠ અને દરિયાપુર પોલીસ મથકમાં અલગ અલગ ગુનામાં ઝડપાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ બ્રાન્ચ આ ગુનાના કામે પણ તેની શોધખોળ કરી રહી હતી પરંતુ સવાલ એ છે કે, એસી રીપેર કરતા આરોપીએ કરોડો રૂપિયા કેવી રીતે પડાવી લીધા અને ખરેખર આ કૌભાંડ ગાડીઓની લે વેચમાં ટકાવારી આપવાનું છે કે પછી અન્ય કોઈ રૂપિયાની લેવડદેવડ છે.માત્ર ગણતરીના સમયમાં બે કરોડથી વધુના રૂપિયાની લેવડ દેવડ થતા પોલીસ મનમાં પણ ઘણી શંકાઓ ઉપજી છે.