ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
જ્ઞાન સાધન આશ્રમ ખાતે આયોજન
અંધજન મંડળ દ્વારા આયોજન કરાયું
દિવ્યાંગોનમને કીટનું કરાયુ વિતરણ
સ્વરોજગાર માટે કીટનું વિતરણ કરાયુ
ભરૂચ અને વડોદરાના ૬૮ દિવ્યાંગોને સ્વરોજગાર માટે કીટ અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંધજન મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ–નર્મદા જિલ્લા શાખાના સહયોગથી ભરૂચ અને વડોદરા જિલ્લાના કુલ ૬૮ દિવ્યાંગ લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી કીટ અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના જ્ઞાન સાધન આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંધજન મંડળ, અમદાવાદનાં ડેપ્યુટી ડિરેક્ટર કિન્નરી દેસાઈ અને તેમની ટીમ, રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ–નર્મદા જિલ્લા શાખાના માનદમંત્રી પ્રદીપ પટેલ, ડો. હેમા પરીખ તેમજ માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત ચાર કૃષિ કીટ, ત્રણ કેબિન, બે ઇલેક્ટ્રોનિક કીટ, એક ગાર્ડનિંગ કીટ સહિત કુલ ૬૮ કીટ અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગાર માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાનો છે. સાધનોની મદદથી લાભાર્થીઓ પોતાનો વ્યવસાય શરૂ કરી નિયમિત આવક મેળવી શકે છે.
