/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/19115407/AHM-ANOKHA-NIKAH.jpg)
અમદાવાદ મહાનગરપાલિકાની દક્ષિણ ઝોનની કચેરીની કે જયાં ઢોલ-નગારાના તાલ સાથે મુસ્લિમ યુગલે નિકાહ કર્યા હતાં અને તેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો...
અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો ત્યારે શહેરના તમામ બાગ -બગીચા સહિતના સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે ઉપરાંત રાત્રી કર્ફ્યુમાં 2 કલાકનો વધારો પણ કરવામાં આવ્યો છે સ્થાનિક તંત્રના નિર્ણય સામે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે શહેરના દાણીલીમડા વિસ્તરામાં લગ્ન પ્રસંગ માટે જગ્યા ના મળતા પરિવારજનોએ અનોખો વિરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મુસ્લિમ કોમનું યુગલ ઢોલ નગારા વગાડીને જાનૈયાઓ સાથે નિકાહ કરવા પહોંચ્યું હતું. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં અનોખા નિકાહ કરવામાં આવ્યાં હતાં. એએમસીના પ્રાંગણમાં ઢોલ નગારા સાથે બારાતી આવી પોહ્ચતા કુતુહલ સર્જાયું હતું આમ શહેરમાં સ્થાનીય તંત્રના નિર્ણયના વિરોધમાં અલગ અલગ રીતે વિરોધ થઇ રહયા છે શહેરમાં અનેક લગ્ન પ્રસંગો પણ અટવાયા છે જેને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.આ વિરોધ પ્રદર્શનમાં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે એક મહિનામાં ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ઘરે આજ પ્રકારે લગ્ન યોજવામાં આવશે.