/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/08120622/maxresdefault-95.jpg)
અમદાવાદ શહેરમાં AMCની અલગ અલગ ટીમે સિવિલ હોસ્પિટલ સહિત 15થી વધુ હોસ્પિટલોમાં ફાયર સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં સેફ્ટી સુવિધાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજ્યમાં અમદાવાદ સહીત દરેક શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી સુવિધાઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ સોમવારથી ફાયરને એએમસીની અલગ અલગ ટીમે સિવિલ હોસ્પિટલ સહીત 15 થી વધુ હોસ્પિટલની તપાસ કરી હતી અને ફાયરની સુવિધા છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદ ફાયર વિભાગે ફાયર સેફ્ટીના સાધનો, ટોરેન્ટની ટીમે ઈલેક્ટ્રિક વાયરિંગ, ગુજરાત મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટના ડાયરેક્ટરે હોસ્પિટલમાં વપરાતા મેડિકલ સાધનોની જ્યારે પોલીસે તકેદારીના પગલાંઓ અંગે તપાસ હાથ ધરી હતી. શહેરની કુલ 100 હોસ્પિટલની તપાસ કરવાની છે. છેલ્લા 3 દિવસમાં 28 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ફાયર અધિકારી રાજેશ ભટ્ટની ટીમ અને એએમસીની ટીમે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલ અલગ અલગ કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને ફાયર સુવિધા છે કે નહિ અને વર્તમાન સ્થિતિ શું છે તે બાબતે રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમનું કેહવું છે કે ફાયર સેફટી ઓડિટ ચાલી રહ્યું છે. જે અકસ્માતના બનાવો બને છે તેને રોકવા માટે શું કરી શકાય તેના માટે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં મેડિકલ ટિમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે.