/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/08170821/maxresdefault-105.jpg)
કેન્દ્ર સરકારે અમલમાં મુકેલાં કૃષિ કાયદા મુદ્દે કોંગ્રેસનો વિરોધ યથાવત રહયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નવા કાયદાથી ખેડુતો ખેતમજુર બનીને રહી જશે તેવો આક્ષેપ તેમણે કર્યો છે.
રાજ્યના મુખ્ય વિપક્ષ કોંગ્રેસે ગુજરાતની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારની નીતિઓને કારણે તમામ વર્ગને અન્યાય થઇ રહ્યો છે. રાજયમાં સરકારની નીતિઓને કારણે ખેડૂતોને બહુ મોટું નુકશાન થયું છે અમિત ચાવડાએ આરોપ લગાવાયો કે પાકવીમો પણ સમયે મળતો નથી અતિવૃષ્ટિ માં 15 દિવસમાં વળતર આપવાની જાહેરાત કરી હતી પણ એક પૈસો આપવામાં આવ્યો નથી.
રાજ્યમાં ખેડૂતની સ્થિતિ પહેલેથી ખરાબ હતી અને નવા કાયદાથી ખેડૂત ખેતમજુર બની જશે નવા કાળા કાયદાથી એપીએમસી ખતમ થઇ જશે તેવો આરોપ લગાવાયો અમિત ચાવડાએ તો વિધાનસભાની પેટા ચૂંટણી અંગે કહ્યું કે ભાજપની સત્તા લાલસા ને કારણે આ ચૂંટણી આવી છે કોંગ્રેસ રાજયમાં અને દેશમાં દરેક કાળા કાયદાનો વિરોધ કરશે અને જનતાની વચ્ચે જઇશું અને અવાજ ઉઠાવીશું.