અમદાવાદ: સરકારી ગર્લ્સ પોલીટેકનીક કોલેજમાં 11 લોકોને કોરોના પોઝેટિવ આવતા ફફડાટ

New Update
અમદાવાદ: સરકારી ગર્લ્સ પોલીટેકનીક કોલેજમાં 11 લોકોને કોરોના પોઝેટિવ આવતા ફફડાટ

અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સીટીની બાજુમાં આવેલી સરકારી ગર્લ્સ પોલીટેકનીક કોલેજમાં કામ કરતા સ્ટાફ સભ્યો અને પ્રોફેસરમાં 11 લોકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.

ગુજરાત યુનિવર્સિટી પાસેની સરકારી પોલિટેકનિક કોલેજમાં ઓફિસ સ્ટાફના કામ કરનાર મહિલાને એક અઠવાડિયા પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં અન્ય 2 મહિલાને પણ પોઝિટિવ આવ્યો હતો. એમ સ્ટાફના કુલ 6 વ્યક્તિને પોઝિટિવ આવ્યો અને બાદમાં 3 લેક્ચરરને પણ પોઝિટિવ આવ્યો હતો. આ તમામથી ડિમ્પલબેન અને ગીતાબેને કોરોના વેક્સિન લીધી હતી પરંતુ વેક્સિન લીધાના 2 દિવસમાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોલેજમાં 7 મહિલા અને 2 પુરુષને હાલ કોરોના પોઝિટિવ છે કુલ 11 લોકોને કોરોના પોઝિટિવ આવતા પોલિટેક્નિક કોલેજમાં ફફડાટ ફેલાયો છે. સરકારી પોલિટેક્નિક કોલેજમાં11  પોઝિટિવ આવતા કોલેજના અન્ય લોકોના પણ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધી કુલ 95 લોકોના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ કોલેજ પણ બંધ જ છે એટલે કોઈ વિદ્યાર્થીને પોઝિટિવ નથી. કોલેજ સેનિટાઇઝ કરીને હાલ કોલેજનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે પણ કોરોના હવે શિક્ષણ સંસ્થામાં પણ હાહાકાર મચાવી રહ્યો છે.

Latest Stories