/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28164237/maxresdefault-133.jpg)
મિનરલ વોટરના જગ બાદ હવે બુટલેગરોએ દારૂની ખેપ મારવા તેલના ડબ્બામાં દારૂ અને બિયરની બોટલો સંતાડી ખેપ મારવાનો કિમિયો અજમાવી રહયાં છે. અમદાવાદની કૃષ્ણનગર પોલીસે બુટલેગરોના આ કિમિયાનો પર્દાફાશ કર્યો છે.
કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહયાં છે. કૃષ્ણનગર પોલીસને બાતમી મળી કે એક ટેમ્પામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં એક ચોકકસ ટેમ્પોને અટકાવી તલાશી લીધી હતી. ટેમ્પામાં પ્રથમ નજરે ખાદ્યતેલના ડબ્બા હોય તેમ લાગી રહયું હતું પરંતુ પોલીસે પાકી શંકા હોવાથી કટરની મદદથી ડબ્બાઓ કાપવામાં આવ્યાં હતાં.
ડબ્બામાંથી વિદેશી દારૂની 434 બોટલ અને બિયરના 235 ટીન મળી આવ્યાં હતાં. પોલીસે ટેમ્પાના ડ્રાયવર બિપીન જાદવની વધુ પુછપરછ હાથ ધરી છે. દારૂ અને બિયરનો જથ્થો કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ કરાય છે. તેલના ડબ્બાની આડમાં દારૂની ખેપ મારવાના કારસના પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે.