/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/26160652/maxresdefault-348.jpg)
સાંપ્રત સમયમાં નોકરીઓ મળવી મુશ્કેલ બની છે ત્યારે અનેક શિક્ષિત બેરોજગારો નોકરી માટે વલખા મારી રહયાં છે. અમદાવાદમાં એમબીએ તથા ગ્રેજયુએશન કરેલાં બે સગા ભાઇઓએ શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ગજબનો આઇડીયા અપનાવ્યો છે. બંને ભાઇઓએ એલિસબ્રિજ વિસ્તારમાં નકલી દારૂ બનાવવી ફેકટરી જ શરૂ કરી દીધી હતી.
૩૧મી ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. પોલીસે સઘન ચેકિંગ વચ્ચે અલિસબ્રિજ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપી પાડી છે. બાતમીના આધારે પોલીસે શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલ કમલા એપાર્ટમેન્ટમાં દરોડા પાડયા હતા. જ્યાંથી પોલીસ અલગ-અલગ બ્રાન્ડની બનાવટી દારૂની 152 બોટલો, 235 ખાલી બોટલો, 60 નંગ બુચ અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો મળી કુલ ૧ લાખ ૮૯ હજાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે.
હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઈ જૈન અને જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન બંને સગાભાઇઓ છે અને તેમણે નકલી દારૂ બનાવવાનો વેપલો શરૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, હિતેન્દ્રએ એમબીએ કર્યું છે અને જીતેન્દ્રએ ગ્રેજ્યુએશન કર્યું છે. આ આરોપીઓના પિતા પણ નકલી દારૂ બનાવતાં હતાં અને પોલીસના હાથે ઝડપાય ચુકયાં છે.