અમદાવાદ : શહેરીજનોને 1,350 કરોડના વિકાસકામોની ભેટ આપતી સરકાર, CMના હસ્તે લોકાર્પણ

New Update
અમદાવાદ : શહેરીજનોને 1,350 કરોડના વિકાસકામોની ભેટ આપતી સરકાર, CMના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં હવે રાજકીય કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં 1,350 કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર થયેલાં બ્રિજ તથા અન્ય સુવિધાઓનું ઇ- લોકાર્પણ કર્યું હતું.

રાજ્યમાં કોરોના વેવની બીજી લહેર હવે કંટ્રોલમાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે શુક્રવારના રોજ રિવરફ્રન્ટ ફેજ-2નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના અલગ અલગ બ્રિજના લોકાર્પણ તથા અંદાજે 550 કરોડના કામને મંજૂરી અને કાર્યરત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના અગ્રણીઓ હાજર રહયાં હતાં. આજના કાર્યક્રમમાં સૌથી મહત્વના વિકાસના કામોમાં ફલાયઓવર તથા રીવરફ્રન્ટનો બીજો તબકકો રહયો છે. મુખ્યમંત્રીએ રાજેન્દ્ર પાર્ક અને વિરાટનગર ફલાયઓવરને વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે.

વધુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અંદાજે 600 ઈલેક્ટ્રીક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાંથી ગત વર્ષે 300 બસોનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે 50 બસોની ડિલીવરી થઈ ગઈ છે. જેનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું . આ 50 બસો ખરીદવા પાછળ 70 કરોડની આસપાસનો ખર્ચ થયો છે. આ આધુનિક ઇલેક્ટ્રિકલ બસ હવે અમદાવાદના માર્ગો પર દોડશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂપિયા 550 કરોડના ખર્ચે ફ્રેઝ 2ની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમા ડફનાવાળીથી ઈન્દીરા બ્રિજ સુધીનો રોડ તેમજ પાવર હાઉસથી એરપોર્ટ સર્કલ બ્રિજ મુખ્ય છે સાથે જ મુખ્યમંત્રીએ વસ્ત્રાલમાં 50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક સ્પોર્ટ સંકુલનું પણ ખાતમુહુર્ત કર્યું હતું.

Latest Stories