અમદાવાદ : કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

New Update
અમદાવાદ : કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શાહીબાગ વિસ્‍તારમાં આવેલ બીએપીએસ સંસ્‍થા સંચાલિત યોગીજી મહારાજ હોસ્‍પિટલમાં ઘણા લાંબા સમયથી કોરોના સંક્રમિત દર્દીઓની પ્રશંસનીય સેવા થઈ રહી છે. યોગીજી મહારાજ હોસ્‍પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સેવા પૂરી પડાઈ રહી છે ત્‍યારે સંસ્‍થાના સેવાયજ્ઞને લક્ષમાં લઈ જરૂરિયાતમંદ દર્દીઓની વધુ સારી સેવા થાય અને આ સેવાયજ્ઞમાં માટે ધારાસભ્‍ય તરીકે તેમની ગ્રાન્‍ટમાંથી સંસ્‍થાને રૂ. ૫૦.૦૦ લાખની ગ્રાન્‍ટ ફાળવી છે.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે મારી ઈચ્‍છાને માન આપીને યોગીજી મહારાજ હોસ્‍પિટલમાં વેન્‍ટીલેટર મશીન, બાય પેપ મશીન, મલ્‍ટી પારા મોનીટર અને ડાયાલીસીસ મશીનની જરૂરિયાત હોવા અંગે આપશ્રીએ જણાવેલ છે અને આ સાધનોની ખરીદી માટે રૂ. ૫૦.૦૦ લાખની ગ્રાન્‍ટ ફાળવવા અને તાત્‍કાલિક જરૂરી કાર્યવાહી થવા માટેનો પત્ર મેં સંબંધિતને મોકલી આપેલ છે. આમ અમદાવાદના એક મુસ્લિમ ધારાસભ્યે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મેડિકલ સંશાધનો ખરીદવામાં આવશે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુસ્લિમ છે પણ તેઓ બીએપીએસ સંસ્થામાં અતૂટ વિશ્વાશ ધરાવે છે અને અનેક વખત તેઓ મહંત સ્વામી સાથે ભેટ કરે છે. તેઓ કહે છે કે, સંસ્‍થાના બ્રહ્મલીન પ્રમુખસ્‍વામી મહારાજ તથા શ્રી મહંતસ્‍વામીના આશીર્વાદ મને હંમેશા મળતા રહ્‌યા છે. સંસ્‍થાના સેવાયજ્ઞમાં જોડાવાની બીએપીએસ સંસ્‍થા દ્વારા મને જે તક આપવામાં આવી છે, તે બદલ હું બીએપીએસ સંસ્‍થાનો આભારી છું.

Latest Stories