/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/21172135/maxresdefault-107-205.jpg)
રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે કોંગ્રેસ અને ભાજપ બને એડીચોટીનું જોર લગાવી રહયા છે ત્યારે બને પાર્ટીઓ શોશ્યલ મીડિયામાં પણ તાકાત અજમાવી પ્રચાર કરી રહી છે પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સામે સોશિયલ મીડિયામાં આક્રમકઃ દેખાઈ રહી છે કોંગ્રેસે આજે એક કેમપેઇનની શરૂઆત કરી છે સોશિયલ મીડિયામાં ગુજરાતના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત નામક આ કેમપેઇનથી કોંગ્રેસ ભાજપને ઘેરશે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આજે આ કેમપેઇનની શરૂઆત કરી.
રાજયની 8 બેઠકોની પેટા ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બને કમર કસી રહયા છે ત્યારે સોશિયલ મીડિયાથી એક બીજા પર આરોપ પ્રત્યારોપ થઇ રહયા છે. ગુજરાત કોંગ્રેસે શિક્ષણ ફી, કોરોના સામે સરકારની નિષ્ફળતા, ખેડૂતોનો મુદ્દો, વીજળીના મુદ્દા સાથે વિશ્વાસઘાત કેમપેઇન લોન્ચ કર્યું. સોશિયલ મિડયાના અલગ અલગ પ્લેટફોર્મ પર મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપની સરકારે રાજ્યની પ્રજા સાથે અનેક મુદ્દાઓ પર વિશ્વાસઘાત કર્યો છે ખાનગી શાળોની ફી નો મુદ્દો હોઈ, રાજ્યના ખેડૂતોને નુકશાની નો મુદ્દો હોઈ, કે ઘરનું ઘર આપવાનો મુદ્દો હોઈ, તો રાજ્યમાં બગડતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સરકારે માત્ર જાહેરાતો કરી પણ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે આ મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જઈ રહયા છે અને લોકોને જોડી રહયા છે. સરકારના દરેક વચનોને અમે સામે લાવીશું જેથી જનતાને ખબર પડે કે ભાજપ સરકારે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે
આમ પેટાચૂંટણીમાં જમીની પ્રચાર સાથે સોશિયલ મીડિયામાં પણ જંગ જામ્યો છે. પણ કોંગ્રેસ આ ચૂંટણીમાં વધારે સક્રિય છે અને તેના નેતાઓ અલગ અલગ રીતના સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહયા છે તો અનેક નેતાઓ અને હોદેદારો કેમપેઇન પણ ચાલવી રહયા છે.