/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/19164159/maxresdefault-216.jpg)
ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો હાહાકાર યાથવત છે, ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં હાઇકોર્ટના 3 જજ કોરોના પોઝિટિવ આવ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના શરૂ થવા પર અસમંજસ સર્જાયું છે.
ગુજરાત રાજ્યમાં હાલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. હાઇકોર્ટના જે 3 જ્જ કોરોના સંક્રમિત થયા છે. જેમાં જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ, જસ્ટિસ જી.આર.ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે હવે ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના શરૂ થવા પર અસમંજસ સર્જાયું છે. જોકે હવે જ્યારે કોર્ટ શરૂ થશે ત્યારે દરેક કર્મીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને હાઇકોર્ટને પણ સેનેટાઇઝ કરવામાં આવશે.