અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્દોરમાંથી લતીફની ગેંગના સાગરિત અને એક અન્ય આરોપીની અમદાવાદના જશોદાનગરથી પિસ્ટલ,કાર્ટીસ,મેગેનિઝ સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે વોચ રાખી મહંમદ હુસેન ઉર્ફે ટેમ્પો રહે. બહેરામપુરા અમદાવાદ અને સરફરાજ ઉર્ફે શફી રહે સુરતને દબોચી લીધાં છે.
આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે ટેમ્પો પર 1986થી અત્યાર સુધી ચોરી, લૂંટફાટ, અપહરણ જેવા ગુના નોંધાયેલાં છે. સાથે સાથે તેની અસંખ્ય લોકો સાથે દુશ્મની હોવાથી પોતાની પાસે હથિયાર રાખતો હતો. સુરતના મહિધરપુરા ગલી મંડીમાં આવેલ દરગાહનો મીંયા ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે વિવાદ થયો હતો. આ જમીન કોઇ બિલ્ડરને વહેંચે તો તે બિલ્ડરને ડરાવવા પોતે હથિયાર લેવાનું નક્કી કર્યું હતું.અન્ય એક આરોપી સરફરાજ ઉર્ફે શફીની એમ.ડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતો.આરોપી મહંમદ હુસેન પર કુલ અમદાવાદમાં કુલ 29 જેટલા નાના-મોટા કેસ દાખલ થયેલ છે. જ્યારે સરફરાજ પર 3 જેટલા કેસ નોંધાયેલાં છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170