અમદાવાદ : ઝાયડસની બહાર લોકોનો જમાવડો, કલાકો કતારમાં રહયાં બાદ પણ ન મળ્યાં ઇન્જેકશન

New Update
અમદાવાદ : ઝાયડસની બહાર લોકોનો જમાવડો, કલાકો કતારમાં રહયાં બાદ પણ ન મળ્યાં ઇન્જેકશન

જયમાં જેમ નોટબંધીના સમયે બેંકોની બહાર કતાર જોવા મળતી હતી તેવી કતાર હાલ અત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર જોવા મળી રહી છે. અને આ કતાર પોતાના સ્વજનોનો જીવ બચાવવા માટે રેમેડેસિવિર ઇન્જેકશન મેળવવા લોકો લગાવી રહયાં છે.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ શરૂ કરવામાં આવતાંની સાથે હોસ્પિટલની બહાર લોકોની કતારો લાગી રહી છે. રાતથી લોકો પોતાના સ્વજનોનો જીવ બચાવવા ઇન્જેકશન મેળવવાની આશા સાથે કતારમાં ઉભા રહે છે. ઇન્જેકશનની માંગમાં વધારો થતાં રોજના 1 હજાર લોકોને ટોકન આપી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલની બહાર લોકોની લાંબી કતાર લાગી રહી છે અને તેવામાં ટોકન હોવા છતાં સ્ટોક ખલાસ થઇ ગયો હોવાનું જણાવી ઇન્જેકશન નહિ આપવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી અનેક લોકોએ પોતાનો આક્રોશ વ્યવક્ત કર્યો હતો

ઝાયડસ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે આજનો સ્ટોક ખલાસ થયો છે ત્યારે અહીં કલાકોથી લાઈનમાં ઉભેલા લોકોમાં રોષ જોવા મળ્યો ત્યારે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે એસીપી સહિતના અધિકારીઓ અને સ્થાનિક પોલીસના જવાનો પણ પહોંચી ગયાં હતાં. પોલીસે માઇક પર જાહેરાત કરી લોકોને વિખેરાઈ જવા સુચના આપી હતી અને રસ્તાને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

અહીં માત્ર અમદાવાદથી નહિ પણ જામનગર અને કચ્છથી પણ ઇન્જેકશન લેવા લોકો અમદાવાદ ખાતે આવી રહયાં છે.  ત્યારે સ્ટોક ખાલી થઇ જતા લોકોનો ગુસ્સો સરકાર સામે ઉતાર્યો છે અનેક મહિલાઓ પણ રાત્રીથી અહીં ઇન્જેક્શન માટે લાઈનમાં હતા તેમને પણ ઇન્જેક્શન નહિ મળતા તેમણે સરકાર ને વિંનતી કરી કે કોઈ વ્યવસ્થા કરાવે દર્દીની હાલત નાજુક છે તો બીજીબાજુ કનેક્ટ ગુજરાતની ટીમે ઝાયડસ હોસ્પિટલ સાથે વાત કરીતો માત્ર એક લીટીનો જવાબ મળ્યો કે અમારી પાસે સ્ટોક નથી આવશે ત્યારે જણાવીશું.

Latest Stories