અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપરા ટેક લેબોરેટરી દ્વારા ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવી હતી બાદમાં ટેસ્ટ કરાવવા લોકોની ભીડ વધતાં અમદાવાદમા 5 અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ટેસ્ટ સેન્ટર ઊભા કરાયા છે.
અમદાવાદના રાજપથ ક્લબની સામે મેદાનમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને માટે 5 સેન્ટર બનાવવામાં આવ્યા છે. અહીં ટેસ્ટ કરાવતા પહેલા આપે આપના મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરાવું પડે છે, ત્યારબાદ ટોકન મુજબ ટેસ્ટ કરવામાં આવે છે જે 24 કલાકમાં રિપોર્ટ મોબાઈલમાં આવી જાય છે. આ જગ્યા પર માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ચાલતા આવે તો તેને ટેસ્ટ કરવામાં આવતો નથી. રોજના આ સેંટરે 400 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભીડ ના થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટેસ્ટ કરવા આવનાર લોકો કહી રહ્યા છે કે, અર્બન હેલસ્થ સેન્ટર પર માત્ર 40 થી 50 કીટ આપવામાં આવી રહી છે જેના કારણે ત્યાં વધારે કોઈના ટેસ્ટ થાત નથી ફરજીયાત આ ચાર્જેબલ સેન્ટર પર લોકોને આવવું પડે છે.
સૌ પ્રથમ આ પ્રકારના ટેસ્ટની શરૂઆત GMDC ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. તેની સફળતા બાદ અમદાવાદમાં 5 આલગ અલગ જગ્યે આ પ્રકારના ટેસ્ટ માટે સેન્ટરો ખોલવામાં આવ્યા છે. જેના ભાગ રુપે અમદાવાદ શહેરનાં તમામ સાતેય ઝોનમાં વિવિધ જગ્યાઓએ અગ્રેસિવ ટેસ્ટીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. માત્ર 700 રૂપિયામાં આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યે આ પ્રકારના સેન્ટર ચાલુ કરવામાં આવી રહ્યા છે. જેથી કરી હવે ટેસ્ટ માટે લાઈનો ઓછી થાય ઝડપથી લોકોના ટેસ્ટ થઈ શકે એટલે આ પ્રકારે આરટીપીસીઆર પરિક્ષણ માટેની નવીન પહેલ કરવામાં આવી છે.