અમદાવાદ : મહામારીમાં પણ માનવતા નેવે મુકાય, નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું કૌભાંડ ઝડપાયું

New Update
અમદાવાદ : મહામારીમાં પણ માનવતા નેવે મુકાય, નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું કૌભાંડ ઝડપાયું

કોરોનાની મહામારીમાં દર્દીઓની લાચારીનો લાભ ઉઠાવી તેમને લુંટવામાં આવી રહયાં છે. મહામારીમાં લોકોને માનવતા નેવે મુકી દીધી હોય તેમ લાગી રહયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિરના નકલી ઇન્જેકશનનો વેપલો ચલાવતાં 7 આરોપીઓને ઝડપી પાડયાં છે...

અમદાવાદ ક્રાઇમ બ્રાંચને રેમડેસિવિર ઇન્જેકશનના બદલે ભળતા ઇન્જેકશન આપી લોકો પાસેથી ઉંચી કિમંત પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. પોલીસે 300 ઇન્જેકશન સાથે 7 આરોપીઓને દબોચી લીધાં છે. ઝડપાયેલા આરોપીઓ અમદાવાદની હયાત હોટલમાંથી નકલી ઇન્જેકશનની હેરાફેરી કરતાં હતાં. આ નેટવર્ક ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરા સુધી ફેલાયેલું હતું.


કોરોનાનાં કપરા કાળમાં મોતના સોદાગર બિન્દાસ ફરીને લોકોના જીવ સાથે રમી રહ્યા છે. અમદાવાદ ,સુરત ,રાજકોટ કે પછી મોરબી દરેક જગ્યાએ અત્યાર સુધીમાં 5 હજાર જેટલા નકલી રેમડેસિવિર ઇન્જેકશન વેચી નાંખવામાં આવ્યાં છે. લોકોને રેમડેસિવિરના નામે જે ઇન્જેકશન આપવામાં આવ્યાં તે ટ્રેટ્રાસાયકલના ઇન્જેકશન હતાં અને બજારમાં તેની કિમંત માત્ર 100 રૂપિયા છે પણ આ ભેજાબાજોએ તેને રેમડેસિવિર કહી લોકો પાસે ઉંચી કિમંત વસુલી છે.


વીઓ_02 કોરોના સમયે હિતેશ, દિશાત અને વિવેક નાના મોટા વસ્તુ વેચવા માટે સંપર્કમાં આવ્યા હતા.તેમણે ટેટ્રાસાયકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટીકર બનાવ્યા હતા. જ્યાં ઈન્જેક્શન બન્યા બાદ હયાત હોટલમાં આ જોખમી ઇન્જેકશનનો સોદો થતો હતો અને હોટેલ હયાતમાંથી આખું આ નેટવર્ક ચાલતું હતું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેહવા મુજબ માત્ર અમદાવાદમાં નહિ પણ રાજ્યના અનેક શહેરોમાં આ ઇન્જેક્શન આપવામાં આવ્યા છે

અમદાવાદના ચાંદખેડા ખાતે સનપ્રિત નામનો વ્યક્તિ જય ઠાકુરને આપવા આવવાનો છે. જેના આધારેક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી HETERO કંપનીના 20 ઇન્જેક્શન મળી આવ્યા હતા. સનપ્રિત પાલડીમાં રહેતા તેના મિત્ર રાજ વોરા પાસેથી ઇન્જેકશન લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાજ વોરાના ઘરે તપાસ કરતા 10 ઇન્જેક્શન મળી આવ્યા હતા. કુલ 30 ઇન્જેક્શન બાબતે પૂછપરછ કરતા નરોડામાં રહેતા નિતેશ જોશી પાસેથી રૂ. 12000ના ભાવે ઇન્જેક્શન લીધા હતા. જે વસ્ત્રાપુર હયાત હોટલમાં રોકાયો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે હોટલ હયાતમાં તપાસ કરતાં નિતેશ જોશી અને તેનો મિત્ર શકિતસિંહ રાવત મળી આવ્યો હતો. તેમની પાસે રહેલી બેગમાં તપાસ કરતા કુલ 103 ઇન્જેક્શન મળી આવ્યા હતા અને વેચાણમાંથી રોકડ રૂ. 21 લાખ મળ્યા હતા. આ સમગ્ર ઇન્જેક્શનો વડોદરામાં રહેતા વિવેક મહેશ્વરી પાસેથી લીધા હતા.

Latest Stories