/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/11155054/maxresdefault-130.jpg)
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં વરઘોડા દરમ્યાન વરરાજાએ હવામાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઇ હતી અને પોલીસે ફરિયાદ નોંધી વરરાજાની અને તેના પિતાની ધરપકડ કરી છે.
બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગ માં કે પછી શોખ માટે હવા માં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ અમદાવાદમાં એક પછી એક ફાયરિંગના ચારથી પાંચ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી ઊઠી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આ ઘટના બાદ પણ હજી પણ લોકો જાણે કે સુધરવાનું નામ ન લઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઓઢવમાં લગ્ન પ્રસંગનાં વરઘોડા દરમિયાન વરરાજાએ જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું છે.પણ વિડિઓ વાયરલ થતા પોલીસ હરકત માં આવી અને વરરાજાને લોકઅપ ની હવા ખાવાનો વારો આવ્યો છેઆ ફાયરિંગની પોલીસને સહેજે જાણ સુદ્ધાં પણ ના થઈ. જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ હતી અને બે આરોપીઓને ઝડપીને તેઓની સામે ફરિયાદ નોંધી છે.
પોલીસે આ વીડિયો વાયરલ થયા બાદ શિવા રાજપુત અને તેના પિતા સુમિતસિંહની વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસએ આ બંને આરોપી ઓનો ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના કેહવા મુજબ ફાયરિંગ કરનાર શિવા રાજપૂતના લગ્ન હોઈ ઉત્સાહમાં હવામાં ફાયરિંગ કર્યું હતું અને જે રિવોલ્વર માંથી ફાયરિંગ કર્યું હતું તે તેના પીતાં સુમિતસિંહની હતી પિતા બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ હતા અને અત્યારે રિટાયર્ડ છે તથા તેમની પાસે રિવોલ્વરનું લાયસન્સ છે પણ પોલીસે આજે બને પિતા પુત્રની ધરપકડ કરી છે.