અમદાવાદ : ડુપ્લેકસ મકાન અપાવવાના બહાને 24 લાખ રૂા.ની છેતરપીંડી

New Update
અમદાવાદ :  ડુપ્લેકસ મકાન અપાવવાના બહાને 24 લાખ રૂા.ની છેતરપીંડી

અમદાવાદ એકના ડબલ કરવાની સ્કિમ હેઠળ અનેક લોકોને લાખોનો ચુનો ચોપડનારા ઝહીર રાણાની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે.. એક કા તીન ના કૌભાંડી ઝહિર રાણા ની વાતો માં ફસાઈ ને અનેક લોકો એ પોતાની મહેનત ની કમાણી ગુમાવી છે...આવા જ એક પરિવારના ત્રણ સભ્યોને લક્ઝુરિયસ ડુપલેકક્ષ બતાવીને લાખો રૂપિયા ઠગાઇ ઝહીર રાણા કરી હતી...પાલડીમાં રહેતા જનકસિંહ પરમારનો સંપર્ક 2012માં ઝહીર રાણા તથા સૌરભ એમ.નાંયગાંવકર સાથે થયો હતો.ઝહીર અને સૌરભે તેમની નારોલમાં શાંતિ ડેવલોપર્સના નામે લક્ઝરી ડુપ્લેક્સની સ્કિમ હોવાનું તથા ભવિષ્યમાં તેના સારા પૈસા મળશે, એવી લાલચ જનકસિંહને આપી હતી..આથી જનકસિંહે તેમની પત્ની અને ભત્રીજા સહિત ત્રણ ડુપ્લેક્સ નોંધાવી કુલ રૂપિયા 24 લાખ આરોપીઓને આપ્યા હતાં. છેતરપીંડી થયા બાદ જનકસિંહે સૌરભ નાયગાંવકરનો સંપર્ક કરતા તેણે પૈસા પરત કરી દેવાની ખાતરી આપી હતી..જોકે તેણે જનકસિંહને અન્ય મેમ્બરોને જાણ કરશો તો મુબઈથી સોપારી અપાવીને જાનથી મારી નાંખીશ..એવી ધમકી આપી હતી...જેને પગલે જનકસિંહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી..જો કે બાદમાં આરોપી સૌરભ આપઘાત કરી લીધો હતો..અને કૌભાંડી ઝહીર રાણા ફરાર થઈ ગયો હતો.કૌભાંડી ઝહીર રાણાની સી.આઈ. ડી વડોદરા થી કસ્ટડી લઈને તેને એલીસબ્રીજ પોલીસે ધરપકડ કરી ને પૂછપરછ હાથ ધરી છે...

Latest Stories