અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવેલા લોકો માટે યુવાનોનું સરસ કાર્ય, કતારમાં ઉભેલા લોકોની છીપાવી તરસ

New Update
અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવેલા લોકો માટે યુવાનોનું સરસ કાર્ય, કતારમાં ઉભેલા લોકોની છીપાવી તરસ

સમગ્ર રાજયમાં કોરોના મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડીસીવર ઇન્જેક્શન માટે મોટી સંખ્યામાં લોકો લાઈનમાં ઉભા રહે છે. 42થી 43 ડિગ્રી તાપમાં પણ લોકો ઇન્જેક્શન લેવા માટે વલખા મારી રહયા છે, ત્યારે લાઈનમાં ઉભા રહેલ લોકો માટે અનેક યુવા સંગઠન આગળ આવી મદદ અને પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઈનોમાં ઉભા રહે છે, ત્યારે આ લોકોની મદદે યુવાઓ અને અનેક સંગઠનો મદદે આવી રહયા છે. એક બાજુ આગ ઓકતી ગરમી પડી રહી છે, ત્યારે અહીના યુવાનો લાઈનમાં ઉભા રહેલ લોકોને પીવાનું પાણી વિતરણ કરી મદદ કરી રહયા છે. આમ આવી મહામારીમાં પણ માનવતા જોવા મળી રહી છે. કારણ કે અહીં હોસ્પિટલ ખાતે મોડી રાતથી લોકો ઇન્જેક્શન લેવા માટે લાઈનો લગાવે છે, અને જો લાઇનમાંથી બહાર આવે તો કલાકો સુધી તેમનો નંબર આવતો નથી, ત્યારે આ યુવાનોની મદદ રંગ લાવી રહી છે અને તેઓ સતત લોકોને પાણીની બોટલો પોહચાડી રહયા છે. યુવાનોનું કહેવું છે કે, અહીં હજારો લોકો આવે છે પણ કોઈ વ્યવસ્થા નથી તેથી અમે લોકોને મદદ કરી રહયા છે.

Latest Stories