/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/30163622/maxresdefault-375.jpg)
રાજ્યમાં પ્રતિ દિવસ કોરોના 1500ની આસપાસ કેસ આવી રહયા છે અને દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે વિપક્ષ કોંગ્રેસે પણ રાજ્ય સરકાર પર સાચા આંકડા નહિ બતાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવતા કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓ સાચા જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાત કરી રહયા છે અને કોઈ સવાલ કરે તો તેને બ્લોક કરવામાં આવે છે પણ રાજ્યની સ્થિતિ ખરાબ છે અને રાજ્ય સરકાર સાચા આંકડાઓ છુપાવી રહી છે.
રાજયમાં કોરોનાના મુદ્દે વિપક્ષે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે શહેરમાં ખાનગી હોસ્પિટલો હાઉસફુલ છે તેમ છતાં કોર્પોરેશન અને તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. શબવાહિનીમાં વેઇટિંગ લિસ્ટ છે અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં સ્થિતિ ગંભીર બની છે સ્થાનીય તંત્ર જે રેપિડ ટેસ્ટકરે છે તેના આંકડા સરકાર છુપાવી રહી છે અધિકારીઓ સરકારને રમત શીખવાડી રહ્યા છે પણ અધિકારીઓના રવાડે સરકાર ન ચડે..રાજ્ય સરકારે જનતાને સાચી હકીકત જણાવવી જોઈએ